મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સીરામીક સીટી એફ-૧ એપાર્ટમેન્ટ નજીક શંકાસ્પદ હાલતમાં થેલી લઈને ઉભેલ હરિભાઈ કુમારપાલસિંગ લોધી ઉવ.૩૧ રહે.સીરામીક સીટી એફ-૧ એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૩ વાળાને સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે પકડાયેલ આરોપી પાસેથી વિદેશી દારૂ બ્લેડર પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩,૦૦૦/-મળી આવી હતી. હાલ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ હલગુણો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.