વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપરથી ફિલ્મી ઢબે સ્વીફટ ડીજાયર કારનો પીછો કરી બિયરના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે. જયારે એક આરોપી ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ઢુવા ચોકી વિસ્તારમા પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમીનાં આધારે, વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે રોડ પરથી મારૂતી સુજુકી કંપનીની GJ-36-AF-1469 નંબરની સફેદ કલરની સ્વીફટ ડીજાયર કાર નીકળતા તેનો પીછો કરી કારમાથી ભારતીય બનાવટના માઉન્ટસ ૬૦૦૦ બીયરના રૂ.૩૦,૦૦૦/-ની કિંમતના ૨૪૦ ટીન મળી આવતા બિયર તથા કાર મળી કુલ રૂ.૩,૩૦,૦૦૦/-ના મુદામાલ સાથે કાર ચાલકની બાજુમાં બેસેલ જામનગરના લાલજીભાઈ પ્રવિણભાઈ ડાભીને પકડી પાડવામાં આવ્યો છે. જયારે કાર ચાલક અલ્પેશ ઉર્ફે ભોલો રાજેન્દ્રસિંહ ચાવડા નાશી જતા બંન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. તેમજ પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન નાસી જનાર કાર ચાલક અલ્પેશ ઉર્ફે ભોલો રાજેન્દ્રસિંહ ચાવડા નાસી જતા આરોપીને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.