મોરબીના જુના રફાળેશ્ર્વર રોડ, ભડીયાદ રામાપીરના ઢોરા સામેની ફાટક પાસેથી પોલીસે ઇન્ડીકા વીસ્ટા કારમાં ભરેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી છે. જયારે આ કાળા કારોબારમાં સામેલ અન્ય ત્રણ ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, GJ-13-T-7745 નંબરની ઇન્ડીકા વીસ્ટા કાર જુના રફાળેશ્ર્વર રોડ, ભડીયાદ રામાપીરના ઢોરા પાસેથી પસાર થનાર છે. જે કારમાં કેફી પ્રવાહી ભરેલ છે. જે હકીકતના આધારે પોલીસે રામાપીરના ઢોરા સામેની ફાટક પાસે વોચ ગોઠવી રાખી બાતમીવાળી કાર ત્યાંથી પસાર થતા તેને રોકી કારના ચાલક રફીકભાઇ મહમદભાઇ ઓઠાની પૂછપરછ કરી કાર તપાસતા કારમાંથી ૨૮ બચ્ચામાં ભરેલ ૦૫ લીટરની ક્ષમતાવાળી મોટી ૧૦ કોથળીઓ મળી ૧૪૦માં ભરેલ રૂ.૧૪,૦૦૦/-ની કિંમતનો ૭૦૦ લીટર કેફી પ્રવાહી મળી આવતા પોલીસે કેફી પ્રવાહી તથા રૂ.૧,૦૦,૦૦૦/- ઇન્ડીકા વીસ્ટા કાર તેમજ પાયલોટીંગમાં રહેલ રૂ. ૨૫,૦૦૦/-ની કિંમતનું GJ-36-AB-0757 નંબરનું એકસેસ મોટરસાઇકલ નંબર-GJ-36-AB-0757 મળી કુલ રૂ.૧,૩૯,૫૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. અને રફીકભાઇ મહમદભાઇ ઓઠાની અટકાયત કરી છે. જયારે આ કાળા કારોબારમાં સામેલ કારો રબારી (રહે. જુનાગઢ), સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા (રહે. સો-ઓરડી મોરબી-૦૨) તથા એકસેસ મૂકી નાશી જનાર ચાલક સ્થળ પર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.