Friday, January 10, 2025
HomeGujaratરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરાયેલ મોટરસાઈકલ સાથે ઈસમ મોરબીમાંથી ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરાયેલ મોટરસાઈકલ સાથે ઈસમ મોરબીમાંથી ઝડપાયો

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટિમ દ્વારા રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટિમ ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન તેઓને બાતમી હકીકત મળેલ હોય કે, એક નંબર વગરનુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ ચાલક ચોરી કે છળ કપટથી મેળવેલ મોટરસાઈકલ મોરબી તાલુકાના જેતપર થી મોરબી તરફ પસાર થનાર હોય જે હક્કીતના આધરે જેતપરથી મોરબી જતા રોડ ઉપર સત્યમ કાંટા સામે વોચ તપાસમા હતા દરમ્યાન હક્કીત વાળુ મોટરસાઈકલ સાથે એક ઇસમ નિકળતા તેને રોકી ઇસમની સઘન પુછપરછ કરતા મોટરસાઈકલ નાં કાગળો બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસ કર્મીઓએ પોકેટકોપના માધ્યમથી મોટરસાઈકલના ચેસીસ તથા એન્જી નંબર સર્ચ કરતા મોટરસાઈકલના ચાલક તથા મોટરસાઈકલ ઓર્નરના નામમાં તફાવત આવતા શંકા જતા ઇસમની સઘન પુછપરછ કરતા પોતે મોટરસાઈકલ રાજકોટ ગ્રામ્યના કનેસરથી રાજા વડલા વચ્ચે રસ્તામાંથી ચોરી કરેલાની કબુલાત આપતા હોય જેથી મોટરસાઈકલ ચોરી બાબતે ખરાઇ કરતા રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હો ડિટેક કરી ઇસમ ગોપાલભાઇ અરજણભાઇ વાઘેલા (રહે.બેલા ગામની સીમ,વાટેરો સેનેટરીવેર કારખાનાની મજુરોની ઓરડીમાં તા.જી. મોરબી, મુળ રહે. કાબરણ, તા.ચોટીલા, જી.સુરેન્દ્રનગર)ને ચોરીમાં ગયેલ મોટરસાઈકલ રૂ.૨૫,૦૦૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!