Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના લાલપર ગામે ટ્રકમાંથી બેટરી ચોરતો ઈસમ ઝડપાયો

મોરબીના લાલપર ગામે ટ્રકમાંથી બેટરી ચોરતો ઈસમ ઝડપાયો

મોરબીમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના લાલપર ગામે ટ્રકમાંથી બેટરી ચોરી થવાની રાવ ઉઠવા પામી હતી. જેને પગલે પોલીસે ગુન્હો નોંધી કૂલ છ ટ્રકમાંથી બેટરી ચોરનાર ઈસમની અટકાયત કરી છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના લાલપર ગામ ગૌશાળા ગેઇટની પાસે રહેતા યાસીનભાઇ ઇકબાલભાઇ દલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના GJ-03-AZ-7287 નંબરના ટ્રકમાંથી મનિષભાઇ જયકિસનભાઇ પ્રજાપતી (રહે.રણછોડ નગર મોરબી) નામના શખ્સે રૂ.૫૦૦૦/- ની કિંમતની એક્સાઇડ કંપનીની બેટરી ચોરી કરી તથા અન્ય ત્રણ સાહેદના ટ્રકમાંથી કૂલ રૂ-૨૫૦૦૦/- ની કિંમતની પાંચ બેટરી મળી રૂ.૩૦,૦૦૦/- ની કિંમતની ૬ બેટારો ચોરી કરી લઇ ગયો છે. જે ફરિયાદના આધારે પોલીસે મનિષભાઇ જયકિસનભાઇ પ્રજાપતી (રહે.રણછોડ નગર મોરબી) વિરુદ્ધ ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીની અટકાયત કરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!