Monday, January 6, 2025
HomeGujaratમોરબીમાં ટ્રકમાંથી બેટરી ચોરતા ઈસમને ચોરી કરી મેળવેલ ચાર બેટરી સાથે ઝડપી...

મોરબીમાં ટ્રકમાંથી બેટરી ચોરતા ઈસમને ચોરી કરી મેળવેલ ચાર બેટરી સાથે ઝડપી લેવાયો

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ને.હા.રોડ ઉપરથી પસાર થતા ટ્રકમાંથી ચોરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા મોરબી તાલુકાના જેતપર રોડ, પાવડીયાળી નજીક ગેર કાયદેસર ચોરી છુપીથી ટ્રકમાંથી કાઢેલ બેટરીઓ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. ટીમને ખાનગી રાહે મળેલ હકીકતનાં આધારે, મોરબી જેતપર રોડ, પાવડીયાળી કેનાલ પાસે કીશન પ્લસ મીનરલ્સ માટીના કારખાનામાં પાર્ક કરેલ ટ્રકમાંથી રાત્રીના સમયે અલગ અલગ કંપનીની બેટરીઓ ચોરી કરનાર પવન કરનર્સિંગ પુરબીયા (રહે. માલાખેડી પોસ્ટ અમલાર ટીકરીયા થાના તલેન તા.પચોર જી.રાજગઢ બ્યાવરા મધ્યપ્રદેશ હાલ રહે.ઓરકેન સીરામીક લખધીરપુર રોડ મોરબી) ઇસમને ૦૪ બેટરીઓનાં રૂ. ૬,૦૦૦/- નાં મુદામાલ સાથે ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે BNSS કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે કરી પકડાયેલ ઇસમને BNSS કલમ- ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીમાં મોરબી એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. પંડયા, પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એચ. ભોચીયા, વી.એન.પરમાર તથા એલ.સી.બી. સ્ટાફના માણસો જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!