મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા એક ઈસમને સીટી બી ડિવિઝન પોલીસે રોકી તેની અંગ ઝડતી લેતા, પેન્ટના નેફામાંથી ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૬૭૬/- મળી આવી હતી, ત્યારે તુરંત આરોપી અબાસભાઈ દાઉદભાઈ ગાલીબ ઉવ.૪૩ રહે.ઘુટુ ગામ મફતિયાપરા વાળાની સ્થળ ઉપર અટક કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.