મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શકત શનાળા રાજપર ચોકડી પાસે એક ઈસમ પ્લાસ્ટિકના ઝબલા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ જણાઈ આવતા તેને રોકી તેની પાસે રહેલ ઝબલામાં ચેક કરતા વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ મળી આવી હતી, જેથી આરોપી સાહિલભાઈ ઈમ્તિયાઝભાઈ કાદરી ઉવ.૨૨ રહે.મોરબી જોન્સનગર શેરી નં.૮ વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.