મોરબીમાં ફરી હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ થયાની ઘટના સામે આવી છે. મોરબી વીશીપરા મદીના સોસાયટી પાસેથી દેશી હાથ બનાવટના દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી લોકલ ક્રાઈમબ્રાંચની ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ હથિયારના વધુને વધુ કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરવા મોરબી એલ.સી.બી.ની ટીમ પ્રયત્નશીલ હતી. દરમ્યાન તેઓને મળેલ ખાનગી હકિકતનાં આધારે મોરબી વીશીપરા મદીના સોસાયટી સેવન સરકાર દુકાનની સામે રોડ ઉપરથી વસીમ અનવરભાઇ માલાણી (રહે.મોરબી, સામાકાંઠે, કાંતીનગર)ને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના દેશી તમંચા સાથે પકડી પાડી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.