Sunday, September 8, 2024
HomeGujaratમોરબીની રાજપર ચોકડી પાસેથી ઈસમ પીસ્તોલ સાથે ઝડપાયો

મોરબીની રાજપર ચોકડી પાસેથી ઈસમ પીસ્તોલ સાથે ઝડપાયો

મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા બાતમીના આધારે મોરબી શકતશનાળા રાજપર ચોકડી ખાતેથી કારમાં જઈ રહેલ ઈસમને રોકી તેની તપાસ કરતા ઈસમ પાસેથી ગેરકાયદેસર હથીયાર (પીસ્તોલ) મળી આવતા પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એ.જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે રાજકોટ તરફથી મોરબી બાજુ એક ક્રેટા કાર આવતી હોય જેમા પાછળ બેઠેલ ઇસમ પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની હકિકતનાં આધારે મોરબી શકતશનાળા રાજપર ચોકડી ખાતે વોચમા હોય દરમ્યાન હકિકત વાળી ક્રેટા કાર નીકળતા ક્રેટા કારમાથી રમેશભાઇ ઉર્ફે માલદે બાબુભાઇ ચાવડા (રહે. મોરબી ઉમીયા સર્કલ ખોડીયાર નગર સીતારામ પેલેસ બ્લોકનં.૩૦૧ મુળરહે. મોરબીશનાળા રોડ યદુનંદન સોસાયટી શેરીનં.૩)ના નેફામાથી રૂ.૧૦,૦૦૦/-ની કિંમતની એક હાથ બનાવટની સેમી ઓટોમેટીક પીસ્તોલ તેમજ રૂ.૫૦૦/-ની કિંમતનાં ૫ જીવતા કાર્ટીઝ મળી આવતા મજકુર ઈસમ સામે ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!