Saturday, January 11, 2025
HomeGujaratમોરબીનાં ધુટું ગામે વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

મોરબીનાં ધુટું ગામે વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂ ઝડપાવવાના બનાવો અવાર-નવાર સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના ધુટું ગામ સીમ માં મ.નં.સી/૮૭ હરીઓમ પાર્ક મહેન્દ્રનગર ખાતેથી વિદેશી દારુના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ બાતમીનાં આધારે મ.નં.સી/૮૭ હરીઓમ પાર્ક મહેન્દ્રનગર-ધુટુ રોડ ધુટુ સીમમાં રેઈડ કરી રાજેશભાઇ દલસુખભાઇ અધારા (રહે-મ.નં.સી/૮૭ હરીઓમ પાર્ક મહેન્દ્રનગર-ધુટુ રોડ ધુટુગામની સીમમાં તા.જી.મોરબી) નામના શખ્સને ભારતીય બનાવટની ઇમ્પીરીયલ બ્લુ રીઝર્વ ગ્રેઇન વ્હીસકીની રૂ.૮૬૪૦/-ની કિંમતની કાચની કંપની શેલપેક ૨૪ બોટલ તથા ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૧ ની રૂ.૩૩૭૫ ની કિંમતની ૦૯ બોટલ મળી કુલ રૂ.૧૨,૦૧૫ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!