Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાંથી ચોરીના શંકાસ્પદ બાઇક સાથે ઈસમ ઝડપાયો

મોરબીમાંથી ચોરીના શંકાસ્પદ બાઇક સાથે ઈસમ ઝડપાયો

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ વાહનચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે કામગીરી કરતા દરમિયાન એસઓજી ટીમે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના શંકાસ્પદ બાઇક સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન તેઓએ એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે નવા બસ સ્ટેશન સામે રોકી મોટર સાઇકલ ચેક કરતા હિરો કંપનીના સ્ટીકર વાળુ કાળા કલરનું જેની આગળ પાછળ નંબર પ્લેટ વગરનુ મોટરસાઇકલ હોય જેથી તેના એન્જીન નંબર મોબાઇલ પોકેટ કોપમા સર્ચ કરતા કોઇ માહીતી સર્ચ ન થતી હોય જેથી સદર મોટરસાઈકલના માલીક તથા કાગળો બાબતે પુછતા ગલ્લા તલ્લા કરી સંતોષ કારક જવાબ આપતો ન હોય જેથી મજકુર પાસેનુ મોટર સાયકલ તેણે કોઇ સ્થળેથી ચોરીથી કે છળકપટથી મેળવેલનુ જણાતુ હોય જેથી સદરહુ મોટર સાયકલની કિંમત રૂપીયા ૮,૦૦૦/- ગણી સી.આર.પી.કલમ-૧૦૨ મુજબ કબજે કરેલ છે. અને મજકુર ઈસમ જગદિશસિંહ રઘુવિરસિંહ રાજપુત (રહે.જીનનો ઢાર લાયન્સનગર, શનાળા બાયપાસ, મોરબી મુળ રહે.દેવપુરા રાવો કા ખેડા તા.માંડલ જી.ભીલવાડા રાજસ્થાન)ને સી.આર.પી.સી.કલમ-૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મુદ્દામાલ સાથે સોપી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!