મોરબીમાં અસામાજિક તત્વની દાદાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પત્નીને અવાર નવાર ફોન કરતો અને ઘર પાસે આટા ફેરા મારતા ઈસમને પતિએ “તુ શુ કામ અમારો પરિવાર બગાડે છે” તેમ કહેતા ઉશ્કેરાયેલા ઈસમે પતિને ઢીકાપાટુનો માર મારતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, હિતેષભાઇ શામજીભાઇ સુમેરા (રહે. શોભેશ્વર રોડ મફતીયા પરાવિસ્તાર ર્ડો.બાબાસાહેબ આંબેડકર હોસ્ટેલની સામે કુબેરની પાછળ મોરબી મુળ ગામ સાંકળી તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર) નામના યુવકની પત્નીને વિજયભાઇ લુહાણા (રહે.હાઉસીંગ બોર્ડ ગરબી ચોક શનાળારોડ,મોરબી) નામનો ઈસમ અવાર નવાર ફોન કરતો હોય તેમજ તેના ઘર પાસે આટા ફેરા મારતો હોય અને ગઈકાલે ફરીયાદીના પત્ની તેની દિકરીને સારવાર માટે હોસ્પિટલમાં બતાવવા લઇ જતા ત્યા આ કામના આરોપી હોસ્પીટલના ગેટ પાસે ઉભો હોય જેથી ફરીયાદીએ “તુ શુ કામ અમારો પરિવાર બગાડે છે” તેમ કહેતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીનો કાંઠલો પકડી બે-ત્રણ ફડાકા મારી દીધેલ અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી તેમજ ગળાના ભાગે વીખોરીયો ભરી તેમજ જમણો હાથ પકડી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારતા સમગ્ર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.