Sunday, January 12, 2025
HomeGujaratહળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ ચીત્રોડી ગામ ખાતેથી ઝડપાયો

હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ ચીત્રોડી ગામ ખાતેથી ઝડપાયો

હળવદ ખાતે રહેતી એક સગીરાને ઈસમ આજથી દોઢેક મહિના પહેલા લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે સમગ્ર મામલે પોલોસે સઘન તપાસ કરી ગઈકાલે આરોપીને ચીત્રોડી ગામ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ઇન્દિરાનગર ખાતે રહેતો વિશાલ અજીતભાઈ કોળી નામનો આરોપી મોરબીની એક સગીર વયની દિકરીને બદકામ કરવાના ઈરાદાથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલી પણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય જે સમગ્ર મામલે ગત તા.૧૨/૦૬/૨૦૨૩ ના રોજ હળવદ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરૂધ્ધમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી. ત્યારે ફરીયાદીની સગીર વયની દિકરીને દોઢેક મહિના પહેલા આરોપી અપહરણ કરી લઈ ગયેલ હોય જેથી હળવદ પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીની શોધખોળ સારૂ અલગ અલગ ટીમો બનાવીને તેમજ ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરવામાં આવેલ અને આરોપી ચીત્રોડી ગામની સીમમાં હોવાની ખાનગી હકીકત મળતા હળવદ પોલીસ સ્ટેશન ખાતેથી એક ટીમ બનાવી તાત્કાલીક રવાના કરતા આરોપી વિશાલકુમાર અજીતભાઈ ખાંભડીયા (રહેવાસી-ઈન્દ્રીરાનગર મોરબી મુળ રહે.ગોલાસણ તા.હળવદ) ચિત્રોડી ગામની સીમમાંથી મળી આવતા તેને હસ્તગત કરી આરોપીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી ધોરણસર અટક કરવામાં આવેલ છે. તેમજ હાલે આ ગુનાની તપાસ કોન્સ્ટેબલ કે.એમ. છાસીયા સંભાળી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!