રાજકોટનાં I.G.P. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તરફથી મોરબી જિલ્લા પોલીસને મહિલા અને બાળકો ને લગતા બનાવોમાં સંવેદનશીલ રહી તાત્કાલીક કાર્યવાહી કરી આવા ગંભીર બનાવોમાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી ભોગબનનારને મુકત કરાવવા જણાવેલ હોય જે અન્વયે કામગિરી કરતા દરમીયાન વંકાનેર તાલુકા પોલીસની ટીમે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને પકડી ભોગબનનારને મુકત કરાવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ડી.વાય.એસ.પી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર સર્કલ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હોય તેઓની સંયુકત કાર્યવાહીમાં ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી ગોલુ ખુમસીગ બઘેલ (રહેવાસી – પથમપુર, જી,ધાર, મધ્યપ્રદેશ) બદકામ કરવાના ઈરાદાથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી-ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ જે બાબતેનો ગુનો ગત તા.૨૨/૦૬/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ હોય જે કામેના આરોપી તથા ભોગબનનારની શોધખોળ સારૂ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર સર્કલની ટીમના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી.પી.ગોલ, એ.એસ.આઇ મયુરસિંહ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ ઝાલા, કોન્સ્ટેબલ જયદિપસિંહ જાડેજાની સંયુકત ટીમએ ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તપાસ હાથ ધરી આરોપીને ધાર-મધ્યપ્રદેશ મુકામેથી લાવી ગઈકાલે તા.૨૦/૦૭/૨૦૨૩ ના હસ્તગત કરી તેના કબ્જા માંથી ભોગબનનાર સગીરાને છોડાવી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સંવેદનશીલ પોલીસનુ ઉદાહરણ રજુ કરેલ છે.