Monday, December 23, 2024
HomeGujaratવાંકાનેરની કિશોરી સાથે જાતીય સતામણી કરનાર ઈસમ ઝડપાયો

વાંકાનેરની કિશોરી સાથે જાતીય સતામણી કરનાર ઈસમ ઝડપાયો

વાંકાનેરમાં જાતીય સતામણીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક કિશોરીને નરાધમે ગોલો ખવડાવવાની લાલચ આપી લઈ જઈ એકલતાનો લાભ લઇ પજવણી કરવા સારૂ હાથ પકડી જાતીય સતામણી કરતા સમગ્ર મામલે કિશોરીની માતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર શહેરમાં રહેતા બ્રાહ્મણ પરિવારની ૧૩ વર્ષની કિશોરીને સિરાજભાઇ મુન્નાભાઇ બુખારી (રહે. જીનપરા વાંકાનેર) નામના ઈસમે ગોલો ખવડાવવાની લાલચ આપી ફોસલાવી તેનું અપહરણ કરી લઇ જઇ એકલતાનો લાભ લઇ પજવણી કરવા હાથ પકડી જાતીય સતામણી કરતા સગીરા જેમ તેમ કરી પોતાના માતા-પિતા પાસે પહોંચી તેની માતાને સમગ્ર બાબતની જાણ કરતા સગીરાની માતાએ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં અટકાયત રી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!