રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકા વિસ્તાર તથા કચ્છ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ કુલ ૦૯ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમ મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હોય દરમ્યાન એક ઇસમ કાળા કલરનું નંબર પ્લેટ વગરનુ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ નીકળતા જે મોટર સાયકલ ચાલકને વાહનના આર.ટી.ઓ.ને લગત કાગળો તથા આર.સી.બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવતા પોલીસ કર્મીઓએ પોકેટ મોબાઇલમાં સદરહુ મો.સા.ના એન્જીન નં. 04E15E01736 સર્ચ કરતા મોટરસાઈકલ સુનિલ કાંતિલાલ મિરાણી (રહે. એવન્યુપાર્ક, મોરબી)ની માલીકીનુ હોવાનુ જાણવા મળેલ જેથી મજકૂર ઇસમની સઘન પુછપરછ કરતા પોતે મોટર સાયકલ ચોરી કરી મેળવેલ હોય તેમજ સદરહું મોટર સાયકલ સિવાય અન્ય બીજા ૦૮ મોટર સાયકલો પણ ચોરી કરેલાની કબુલાત આપતા તે બધા કુલ ૦૯ મોટર સાયકલો કબ્જે કરવામાં આવેલ છે. જે પૈકી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીમાં ગયેલ મોટર સાયકલ મળી આવતા કબ્જે કરી આગળની તપાસ પી.એસ.આઇ. વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.