હથીયારના લાયસન્સ ધારક સામે ગુનો દાખલ કરી કડક સૂચના અપાઈ
માળીયા(મી) પંથકના કાજરડા ગામે સીટ સપાટ કરી રોફ જમાવવા ઇન્સ્ટાગ્રામમાં હથીયાર સાથેનો ફોટો અપલોડ કર્યો હતો જે બાબતે મોરબી એસઓજી ટીમે હથીયાર સાથે ફોટો અપલોડ કરનારની અટક કરી હતી જયારે હથીયારના પરવાનેદારને કડક સૂચના આપી બંને ઈસમો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર માળીયા(મી) તાલુકાના કાજરડા ગામે હનીફભાઇ અબ્બાસભાઇ ભટ્ટી પોતાની પાસે કોઇ હથિયાર રાખવાનો પરવાનો ન હોવા છતા સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથીયારથી ફોટો પાડી પોતાના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો/ફોટાઓ પોસ્ટ અપલોડ કરી હતી.
જે સંપૂર્ણ બાબત મોરબી એસઓજી પોલીસના ધ્યાને આવતા ઇન્સ્ટાગ્રામની આઈડીને આધારે તપાસ કરી માળીયા(મી)ના કાજરડા ગામે ગુલમહોર પાન પાસેથી આરોપી હનીફભાઇ અબ્બાસભાઇ ભટ્ટી ઉવ.૨૩ રહે.કાજરડા ગામની અત કરી તથા બારબોર હથીયાર ફોટો પડાવવા આપનાર હથીયારનો પરવાનો ધરાવતા આરોપી અનવરભાઇ હાજીભાઇ કટીયા ઉવ.૪૬ રહે.હાલ માળીયા વીસીપરા બાગેમહેમુદ ફ્લેટ ત્રીજા માળે તા.જી.મોરબીને કડક સૂચના આપી બંને આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં હથીયાર લાયસન્સની શરત ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.