રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબીઃ જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા મોરબી એલ.સી.બી. પીઆઈ ડી.એમ. ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચ ટીમે કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ વિસ્તારમાં થયેલ મો.સા ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી ચોરી – ઉઠાંતરી કરેલ આઠ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરના હિરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક મોડલના મોટર સાઇકલ સાથે હળવદ તાલુકાના ગોલાસણ ગામમાં ગોલાસણનો રહીશ કરશનભાઇ ભરતભાઇ રાતૈયા (કોળી) આટાફેરા કરે છે. જેથી ગોલાસણ ગામે વોચ દરમ્યાન કરશનભાઇ ભરતભાઇ રાતૈયા (કોળી) (રહે. ગોલાસણ તા. હળવદ) નંબર પ્લેટ વગરના હિરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક મોડલના મોટર સાઇકલ સાથે મળી આવતા તેને રોકી તેની પાસે મોટર સાઈકલને લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા મજકૂરને વધુ સઘન પુછપરછ કરતા પોતાના માગરીતો સાથે મળી છેલ્લા ત્રણેક માસમાં ગાંધીધામ તથા તેની આજુબાબજુના વિસ્તારમાંથી બીજા સાત મોટરસાયકલોની ચોરી કરી પોતે ગોલાસણ ગામની સીમ વિસ્તારમાં સંતાડેલ હોવાની કબુલાત આપતા તમામ આઠેય મોટરસાયકલ હસ્તગત કરી પોકેટકોપ એપ્લીકેશનની મદદથી એન્જીન ચેસીસ નંબર ઉપરથી વાહન સર્ય કરતા આઠ મોટર સાયકલો પૈકી બે મોટસરસાઈકલ કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ગુના રજીસ્ટર થયેલ છે. આમ મજકુર તથા તેના સાગરીતોએ અંજાર, ગાંધીધામ આજુબાજુના વિસ્તારમાંથી ચોરી, છળ કપટ કે ઉઠાંતરી કરી મેળવેલ હોવાનું જણાઇ આવતા હાજર મળી આવેલ મજકુર ઇસમને સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી મુજબ હસ્તગત કરી તેની પાસેથી મળી આવેલ રૂ. ૩,૦૦,૦૦૦/-ની કિંમતના ૦૮ મોટર સાયકલ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. તેમજ ફરાર અમીત જગદિશભાઇ ઉધેડીયા, કિરણ મનુભાઇ સુરેલા, દિક્ષિત ઉર્ફે કાનો રાયઘનભાઇ સુરેલા (રહે ત્રણેય ગોલાસણ તા. હળવદ), આદર્શ ઉર્ફે આદુ દેવાભાઇ ઉર્ફે ચકુભાઇ ધણોજા (રહે. માટેલ તા. વાંકાનેર) તથા વિશાલ ભીમજીભાઇ આતરૈસા (રહે. મુળ ગાંધીધામ હાલ કાલીકા પ્લોટ, મોરબી)ને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.