Thursday, December 26, 2024
HomeGujaratવિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે...

વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરાયો

મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતિય બનાવટના વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીના સૂચના મુજબ મોરબી જીલ્લાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ, તરફ મોકલતા જી.ટી.પંડયા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની અટકાયત કરવા સારૂ એલ.સી.બી. પી.આઈ ડી.એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પી.એસ.આઇ. કે.એચ. ભોચીયા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના કર્મચારીઓની ટીમ બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ હતો. દરમ્યાન સામાવાળા ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા (રહે. જુના નાગડાવાસ તા.જી. મોરબી)ને આજે તા.૧૨/૦૯/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત હવાલે કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!