જર,જમીન અને જોરૂ ત્રણેય કજિયાના છોરું કહેવત સાચી પાડતી એક ઘટના માળીયા મી.નાં મોટી બરાર ગામમાંથી સામે આવી છે. જેમાં જગ્યા બાબલે માથાકૂટ ચાલતી હોય તેવા સમયે ઈસમો દ્વારા તે જગ્યામાં સંડાસ બાથરૂમ બનાવવામાં આવતા તે બાથરૂમ બુરાવા ગયેલ બે મહિલાઓને ચાર ઈસમોએ માર મારતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.નાં મોટી બરાર ગામ ખાતે રહેતા જયાબેન ભુરાલાલ મુછડીયા અને તેમજ તેમના કુટુંબીક કિશોરભાઇ ખીમજીભાઇ મુન્સી, નિશાબેનકિશોરભાઇ મુન્સી, દિપક કિશોરભાઇ મુન્સી તથા ભારતીબેન્ન દિપકભાઇ મુન્સી બાજુબાજુમા રહેતા હોય જેઓને સંડાસ બાથરૂમની જમીન બાબતે વિવાદ ચાલતો હોય જે બાબતનો ખાર રાખી જયાબેન તથા દક્ષાબેન આરોપીએ ખોદેલ સંડાસ બાથરૂમના પાયા બુરતા હોય તેઓની સાથે આરોપીઓએ ઝપાઝપી કરી ફડાકા તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.