મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક કારખાનામાંથી રૂપિયા ૩,૨૭,૫૪૦નો માલ સામાન આઇસર ગાડીમાં ભરી અમદાવાદ ખાતે ડિલર પ્રાઈમ પેનલ્સમાં પહોંચાડવાનો બદલે માલ ભરેલી ગાડી લઈ ફરાર થઇ ગયા હતા. આથી તાલુકા પોલીસ મથકમાં આઇસર ગાડીના માલિક મયુરભાઈ અને ચાલક મયુરસિંહ સામે વેપારી મિહિરભાઈ ત્રીભુવનભાઈ અઘારાએ ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ ફરિયાદને પગલે આરોપીને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.