મોરબીમાં અવાર નવાર મારામારી તથા વ્યાજના ગુન્હાના ગુન્હામાં પોલીસ ચોપડે ચડેલ ઇસમને મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા પકડી પાડી પાસા તળે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી શહેરમાં અવાર નવાર મારામારી તથા વ્યાજના ગુન્હાઓ આચરતા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના કરવામાં આવી હતી. જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર મારામારી તથા વ્યાજના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ જયરાજ વિજયભાઇ ઉર્ફે કાનાભાઇ પંડીત વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામા આવી હતી.ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા પોલીસ દ્વારા ઇસમને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવ્યો છે