મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમ વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી હતી. જે મંજૂર થતાં મોરબી ક્રાઇમ બ્રાન્ચે આરોપી કિંમત ઉર્ફે બેબલો નાગજીભાઈ દેવામા વાળાની અટકાયત કરી જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીની સૂચના મુજબ એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ પ્રોહીબિશન ગુનામાં સંડોવાયેલ આરોપી કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામા રહે.લીલપર ગામ મોરબી તાલુકા વાળાનુ પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. જે ઇસમની તાત્કાલીક અટકાયત કરવા માટે એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીનાઓ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસોની પોલીસ ટીમ બનાવી આજરોજ તા.૧૩/૦૬/૨૦૨૫ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી જિલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
જેમાં એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કોડ મોરબી, PSI બી.ડી.ભટ્ટ, એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી