મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા માળીયા મિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ હોય જે દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમોને મોરબી એલ.સી.બી. દ્વારા પાસા હેઠળ ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરાયા છે.
મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી એલ.સી.બી. પી.આઈ. એમ.પી.પંડયાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા માળીયા મિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડેલ હોય જે પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા કે.બી.ઝવેરીએ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમોની સત્વરે અટકાયત કરવા સારૂ એલ.સી.બી. પી.આઈ. એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.એચ.ભોચીયાસાથે પોલીસ ટીમ બનાવી આજરોજ તા.૦૮/૦૮/૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ (રહે. મોરબી જોન્સનગર લાતી પ્લોટ શેરી નં-૧૧ તા.જી.મોરબી)ને ડીટેઈન કરી મધ્યસ્થ જેલ, વડોદરા, જયદિપભાઇ જીવણભાઇ સવસેટા (રહે. નવા દેવગઢ તા.માળીયા મિ. જી.મોરબી)ને ડીટેઈન કરી જિલ્લા જેલ, જુનાગઢ તથા જયરાજભાઇ જીવણભાઇ સવસેટા (રહે. નવા દેવગઢ તા.માળીયા મિ. જી.મોરબી)ને ડીટેઈન કરી જિલ્લા જેલ, ભાવનગર જેલ ખાતે મોકલી આપેલ છે.