મોરબીનાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વીજ લાઈનો પરથી વાયર ચોરીની ઘટના ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે. ત્યારે આવી જ ઘટના માળીયા મી.નાં ખીરઇ ગામ ખાતેથી સામે આવી છે. જેમાં અમુક ઈસમો જેટ્કો સબ સ્ટેશન પાસેથી લ્યુમીનીયમનો તાર ચોરી જતા સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.નાં જેટ્કો સબ સ્ટેશનથી આગળ ખીરઇ ગામમાં આવેલ ચીખલી રોડ પાસેથી કોઈ અજાણ્યા ઈસમો મોરબીનાં યદુનંદન-૧૯ શેરી નં.૦૨ ચંદ્રેશનગરની બાજુમા શનાળા રોડ ખાતે રહેતા દીલીપભાઇ બચુભાઈ મોકાસણાની કોંટ્રાક્ટ પેટેના ખીરઈ ગામમા આવેલ બે થાંભલા વચ્ચેનો આશરે ૨૫૦ મીટરનો રૂ.૨૦,૦૦૦/-ની કિંમતનો એલ્યુમીનીયમનો તાર તથા જમીનમા નાખેલ એલ્યુમીનીયમનો કોપરલેયરનો કેબલ આશરે ૨૦ મીટરનો રૂ.૧૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી કુલ રૂ.૩૦,૦૦૦/- નો ખુલ્લામાથી ચોરી કરી લઈ જતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.