વાંકનેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં યુવક પોતાના માલ-ઢોર ચરાવાવ તળાવ પાસે જતા ઈસમોને સારું નહિ લાગતા તેઓએ લાકડી પાઇપ વતી બે યુવકોને માર મારતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ગુંદાખડા ભરવાડ વાસ ખાતે રહેતો કરમણભાઇ ખિમાભાઇ બાંભવા નામનો યુવક પોતાના માલ-ઢોર ચરાવાવ તળાવ પાસે જતા જે પોપટભાઇ કરમશીભાઇ સાપરા, ભકાભાઇ પોપટભાઇ, વીહાભાઇ માધાભાઇ સાપારા, રવજીભાઇ પોપટભાઇ સાપારા તથા દર્શનભાઇ ચોથાભાઇ સાપરાને સારુ નહી લાગતા તેઓએ યુવકને ગાળો ભુંડા બોલી લાકડી વતી માર મારી ડાબા હાથના કાંડાથી ઉપર મુંઢ ઇજા કરી તેમજ ગળાના ભાગે મુંઢ ઇજા કરી રણછોડભાઇને પણ આરોપીઓએ ગાળો ભુંડા બોલી લાકડી પાઇપ વતી માર મારી જમણા પગે તેમજ ડોક ઉપર મુંઢ ઇજાઓ પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.