Tuesday, December 24, 2024
HomeGujaratવાંકાનેરમાં માતાજીના પ્રસંગમા આમંત્રણ ન આપતા ઈસમોએ યુવક પર હુમલો કર્યો

વાંકાનેરમાં માતાજીના પ્રસંગમા આમંત્રણ ન આપતા ઈસમોએ યુવક પર હુમલો કર્યો

વાંકાનેરમાં નજીવી બાબતે એક યુવકને માર મરાયા હોવાની ઘટના સામે આવો છે. જેમાં માતાજીના જમણવારના પ્રસંગમા યુવકના પિતાએ ઈસમોને આમંત્રણ ન આપતા ઉશ્કેરાયેલ ઈસમોએ ફોન પર યુવકના પિતાને ગાળો ભાંડી તેમજ તેમને સમજવવા ગયેલ યુવક પર હુમલો કરતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં તીથવા લાલશાનગર ધારે રહેતા રમેશભાઈ ખીમજીભાઈ મેસરીયાએ માતાજીના જમણવારના પ્રસંગમા ભરતભાઈ ગોવિંદભાઈ આઘારા તથા ગોવિંદભાઈ કાનાભાઈ આઘારાને આમત્રણ આપેલ ન હોય જેનુ મન દુખ રાખી ભરતભાઈએ ફરીયાદીને ફોનમા ભુંડાબોલી ગાળો આપતા ફરીયાદીનો દીકરો રોનક રમેશભાઈ મેસરીયા આરોપીના ઘરે જઈ વાત ચીત કરતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ ભરત અઘારાએ લોંખડના પાઈપ વતી રોનકને નાકના ભાગે તથા કપાળના ભાગે ફેકચર જેવી ગંભીર ઈજાઓ પોહચાડી તેમજ ગોંવિદ કાનાભાઈએ લોંખડના પાઈપ વતી જમણા હાથમા મુઢ ઈજા પોહચાડી બન્ને આરોપીઓએ રોનક તથા રમેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!