મોરબીમાં અસામાજીક તત્વોના આતંકની ઘટના છાસવારે સામે આવતી હોય છે. ત્યારે વધુ એક અસામાજિક તત્વનાં આતંકની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક ઈસમોએ પોતાની બાતમી પોલીસને આપતો હોવાની શંકાના આધારે યુવક તથા અન્ય બે શખ્સો પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં જુના રાજાવડલા ગામે રહેતા સંજયભાઇ બાબુભાઇ સોલંકી નામના યુવકને ગત તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ સાંજના સમયે નવારાજાવડલા હનુમાન મંદીર પાસે ધીરૂભાઇ ગોવીદભાઇ સેટાણીયા તથા તેના ભાઇ સંજયભાઈ ગોવિંદભાઈ સેટાણીયાએ તુ અમારી બાતમી પોલીસને આપે છે. તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી લોખંડના પાઈપ વતી શરીરે મૂઢ ઇજા કરી તથા ફરિયાદીના ભાઈ નીલેશને ધીરૂભાઇ ગોવીદભાઇ સેટાણીયાએ લોખડનો પાઇપ વતી જમણા હાથે અગુંઠામા ફેકચર જેવી ઇજા કરી તથા આકાશને આરોપીઓએ લોખડનો પાઇપ વતી શરીરે મૂઢ માર મારી ઇજા પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.