મોરબીના કેનાલ રોડ પર ઘર પાસે પાર્ક કરેલી કાર નીચે બ્લોક રાખી ચારેય ટાયર કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જે સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના કેનાલ રોડ પર રહેતા મયુર રમેશભાઈ કાનાણીએ ગત રાત્રીના પોતાની જીજે ૩૬ એફ ૭૩૬૬ નંબરની હુન્ડાઈ આઈ ૨૦ કાર પોતાના ઘર પાસે પાર્કિંગમાં પાર્ક કરી હતી. ત્યારે અજાણ્યા ચોર ઈસમોએ ગત રાત્રીના ત્રાટકી કારના ચારેય ટાયર કાઢીને ચોરી કરી હતી. ત્યારે બીજા દિવસે કાર માલિકે પાર્કિંગમાં આવી જોતા પોતાના ચારેય ટાયર ચોરી થઈ ગયેલ હોવાનું જણાતા આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં જોવા મળ્યું હતું કે, એક કારમાં આવેલ ૨ થી ૩ ઈસમોએ કાર નીચે બ્લોક રાખી ટાયર ચોરી કરી જતા રહ્યા હતા. જે બનાવ મામલે કારચાલકે પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તજવીજ હાથ ધરી છે.