Monday, January 27, 2025
HomeGujaratહળવદમાં મિત્રના ઝગડામાં સમજાવવા ગયેલ બે શખ્સો પર ઈસમોનો ઘાતકી હુમલો

હળવદમાં મિત્રના ઝગડામાં સમજાવવા ગયેલ બે શખ્સો પર ઈસમોનો ઘાતકી હુમલો

હળવદમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મિત્રનાં ઝગડામાં સમજાવવા ગયેલ બે યુવકો પર ૦૭ ઈસમોએ છરી વડે ઘાતકી હુમલો કરી ઢોર માર મારતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદનાં ઘનશ્યામપુર ખાતે રહેતા ઓમદેવસિંહ હરપાલસિંહ ઝાલાના ઓળખીતા મોદી દલવાડી સાથે મયુર રાઠોડ, મયુર પરમાર, મોહિત પરમાર, અમન પરમાર, જય પરમાર, અફજલ સંધી તથા કાનો રાવલ નામના આરોપીઓ જગડો કરતા હોય ઓમદેવસિંહ તથા સાહેદ હરદેવસિંહ તેઓને સમજાવતા જતા આરોપીઓએ પ્રાણધાતક હથીયાર ધારણ કરી ફરિયાદી તથા સાહેદને ગાળો આપી જગડો કરી આરોપી મયુર રાઠોડે છરી વતી ફરીયાદીને ડાબા હાથમા કાંડામા તથા હથેળીમા તથા ડાબા ખંભાના ભાગે તથા જમણી બાજુ છાતીના ભાગે તથા ડાબી બાજુ ડોકના ભાગે મારી ઓછી વધતી ઇજાઓ કરી તેમજ સાહેદ હરદેવસિંહને આરોપી મયુરે છરી વતી નાક ઉપર તથા જમણી આંખ નીચે ગાલ ઉપર મારી ફેકચર જેવી ઇજાઓ કરી તથા આરોપી અમન પરમારે છરી વતી સાહેદ હરદેવસિંહને જમણા હાથના કાડા પાસે તથા ડાબા કાન પાસે મારી ઓછી વધતી ઇજાઓ કરી તેમજ અન્ય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને પકડી રાખી ધોકાથી મારી શરીરે મુઢ ઇજાઓ કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!