હળવદ તાલુકાના માણેકવાડા ગામ પાસેથી ગેરકાયદે બંદુક સાથે નીકળેલ એક ઇસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે દબોચી લઈ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસ.ઓ.જી.પોલીસ સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન હળવદ તાલુકાના માણેકવાડા ગામથી સમથેરવા ગામ તરફ જતા રસ્તે એક આરોપી શંકાસ્પદ હાલતમાં ઝડપાતા પોલીસે મુનાભાઇ રૈયાભાઇ કાંજીયા(ઉ.વ .૩૦ રહે.હાલ માણેકવાડા અવચરભાઇ જીંઝવાડીયા રહે.માટેલની વાડીમાં મુળ રહે.દીઘડીયા તા.હળવદ)ની તલાશી લેતા વાડીમાં બનાવટની એક જામગરી કી.રૂ .૧૫૦૦ સાથે પકડી પડ્યો હતો જેને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હોવાનું જાહેર થયુ છે.