Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં દીકરાને માર મારતાં સીસીટીવી જોતા આઘાતથી પિતાનું મોત થયાનો આક્ષેપ

મોરબીમાં દીકરાને માર મારતાં સીસીટીવી જોતા આઘાતથી પિતાનું મોત થયાનો આક્ષેપ

મોરબી : મોરબીના સ્કાય મોલમાં આવેલ રિલાયન્સ મોલમાં નોકરી કરતો યુવાનને કોઈ બાબતે તકરાર થવાથી અમુક શખ્સોએ માર માર્યાની ખબર પડતાં તેના પિતાએ આ બનાવના સીસીટીવી ફૂટેજ જોતા આઘાતથી હૃદય બેસી જતા પિતાનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ બનાવની સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોરબીના સ્કાય મોલમાં આવેલ રિલાયન્સ મોલમાં નોકરી કરતો નરેન્દ્ર દિનેશભાઈ પરમાર (રહે.બોદ્ધ નગર મોરબી) વાળાને ગઇકાલે મોલમાં આવેલ શકશો સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી આથી ગ્રાહકે ઉશ્કેરાઈ જઈને મોલમાં નોકરી કરતા યુવાનને માર માર્યો હતો.બાદમાં યુવાન પોતાના ઘરે જતો રહ્યો હતો અને પરિવારજનોને સમગ્ર વાત કરી હતી જેથી તેમના પિતા દિનેશભાઈ ઉકાભાઇ પરમાર (વર્ષ ૪૮ રહે.બોદ્ધ નગર મોરબી) વાળા રિલાયન્સ મોલમાં આ ઝઘડાના સીસીટીવી જોવા પહોચ્યા હતા જ્યાં સીસીટીવી જોતા જ આઘાત લાગતા હાર્ટ એટેક આવ્યો હતો જેથી તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે સવારે તેમની મોત નીપજ્યું હતું. તેવું તેમના પરિવારજનોનું કહેવું છે. આ બનાવને પગલે પરિવારજનો સહિત લોકોના ટોળે ટોળા સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને મૃતકના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!