મોરબી મહાનગર પાલિકા દ્વારા જાહેર નોટિસ આપીને જાહેર કરવામાં આવ્યું છે. આગામી એપ્રિલ મહિનામાં આવી રહેલ રામનવમી તેમજ મહાવીર જયંતિના તહેવારો દરમ્યાન ટેમ્પોરરી સ્ટોલ ઉભા કરવા માટે મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ માસ દરમિયાન આવનાર રામનવમી તેમજ મહાવીર જયંતિના તહેવારો દરમ્યાન ટેમ્પોરરી સ્ટોલ ઉભા કરવા માટે મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી લેવાની જાહેર જનતાને જાણ કરવામાં આવી છે. જેમાં મોરબી મહાનગરપાલિકા કચેરીમાં લેખિતમાં અરજી કરવાની, અરજી સાથે અરજદારનું ઓળખપત્ર (આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ/પાન કાર્ડ), સ્ટોલ લગાવવાની ચોક્કસ જગ્યા અને ઉપયોગ માટેની વિગત, વ્યવસાય સંબંધિત જરૂરી લાઈસન્સ (જો જરૂરી હોય), અરજીની ચકાસણી બાદ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે, મંજુર થયેલ અરજી માટે નક્કી કરેલ ફી ભરી રસીદ મેળવવી અને મંજૂરીની નકલ મંજુર થયેલ જગ્યાએ જાહેરમાં પ્રદર્શિત કરવાની રહેશે. જે અરજી સ્વીકારવા માટે તા. ૦૫/૦૪/૨૦૨૫ સુધીમાં જમાં કરાવી દેવાની રહેશે. મહાનગરપાલિકા દ્વારા નક્કી થયેલ કરવામાં આવે તેટલી રકમ ચાર્જ તરીકે ભરવાની રહેશે. તેમજ મહાનગરપાલિકાની મંજૂરી વિના કોઈપણ જાહેર જગ્યાએ ટેમ્પોરરી સ્ટોલ ઊભો કરાશે તો દંડ ફટકારવામાં આવશે, જાહેર માર્ગો અને ટ્રાફિક અવરોધ ઉભો કરનાર સ્ટોલ હટાવી લેવામાં આવશે તેમજ આરોગ્ય અને સાફસફાઈની શરતોનું પાલન ફરજિયાત કરવાનું રહેશે તેમ જાહેર જનતાને મોરબી મહાનગર પાલિકાના નાયબ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.