હળવદ શહેરમાં શોપિંગ મોલ, પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ,ટ્યુશન ક્લાસીસ ,હોસ્પીટલ, સહિતના હજુ પણ અમુક જગ્યાએ ફાયર સેફટીની નથી, અને જ્યાં છે ત્યાં ફાયર સામગ્રીની ચકાસણી કરવા શહેરીજનોની માંગ
હાલમાં રાજકોટ જે ગેમ ઝોન નહીં પરંતુ ડેડ જોન બની ગયું હતું અને જે સમગ્ર ઘટનાથી સમગ્ર રાજ્યમાં શોકનુ મોજો વ્યાપી ગયું હતું પરંતુ આ પ્રકારની ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક તંત્ર પણ જવાબદાર હોવાનું સામે આવે છે ત્યારે રાજ્યમાં સુરત મોરબી વડોદરા રાજકોટની દુર્ઘટના પણ અંતે તંત્રની બેદરકારીને લીધે અનેક માસુમ જીવો ભોગ બન્યા હતા, ત્યારે તંત્ર આ પ્રકારની ઘટના બાદ જ સફળ જાગીને કાર્યવાહી કરે છે પરંતુ ત્યાં સુધી તો ઘણું બધું મોડું થઈ ગયું હોય છે ત્યારે હળવદ શહેરમાં ફાયર સુરક્ષા વગરના અનેક ઇમારતો શોપિંગ મોલો,પાટી પ્લોટ ,હોસ્પિટલો,રેસ્ટોરન્ટો , આજે પણ અમુક સુરક્ષા વગર ધમધમે છે ,જેની સામે તંત્ર રાજકોટ જેવી ઘટના બનવા પામે તે પૂર્વે તાકીદ પગલાં ભરે તે જરૂરી બન્યા છે હળવદ શહેરમાં માત્ર ઇમારતો અને શોપિંગ મોલ જ નહીં પરંતુ કેટલાક એવી હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસો,વગરે ધમધમી રહ્યા છે જ્યાં આજે પણ હજુ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળે છે.
શહેરના આવેલ હોસ્પિટલ પાર્ટી પ્લોટ શોપિંગ મોલ સહિતના અમુક જગ્યાએ આજે પણ ફાયર સેફ્ટીના સાધનો નજરે પડતા નથી ત્યારે અને જ્યાં છે ત્યાં પણ ચકાસણી તંત્ર દ્વારા કરવામાં આવે જેથી કરીને રાજકોટની ઘટનાનું પુનરાવર્તન ભવિષ્યમાં હળવદ શહેરમાં ન થાય તે માટે તંત્ર તાકીદ લઈને ચકાસણી કરી શહેરના શોપિંગ મોલ, હોટલ,પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટો ,વગેરે જગ્યાએ ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવી જરૂરી છે ,શહેરના મુખ્ય બજારમાં દિન પ્રતિદિન સૌથી વધુ ભીડ ધરાવતા કોમ્પલેક્ષમાં આજ દિન સુધી ફાયર સેફટી ના સાધનોનો અભાવ જોવા મળે છે અગાઉ પણ આ બાબતે અનેકવાર શહેરીજનોની લાગણી અને માગણી ઉઠવા પામી હતી,તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચકાસણી કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી શહેરીજનોમાં માગણી ઉઠવા પામી છે.