ઓબીસી. એસ.સી, કેમિનરલ વગેરે દાખલો મેળવવા અરજદારોને ધરમનાધક્કા ખાવા પડતા હોવાનો અરજદારોનો આક્ષેપ
હળવદ તાલુકા પંચાયતમાં અરજદારોને ઓબીસી એસસી ક્રિમિનલ વગેરે દાખલા મેળવવા માટે અરજદારોને ધર્મ નો ધક્કો ખાવો પડે છે. હાલ વિવિધ પ્રકારના દાખલાઓ માટે છેક ગામડામાં થી વહેલી સવાર માં અરજદારો દાખલા લેવા માટે પડાપડી કરતા હોય છે.તયારે હળવદ તાલુકા પંચાયતના નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીએ સોગંદનામું ફરજીયાત કરતા અરજદારોને છેલ્લી ઘડીએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે દાખલા માટે તાત્કાલિક જરૂર હોય છેલ્લી ઘડીએ સોગંદનામું ફરજીયાત કરવાનું કહેવાતા અરજદારોને બે-ત્રણ દિવસથી ધરમ ધક્કા ખાવા પડે છે.તેવુ અરજદારો જણાવ્યું હતું.અરજદારોમા રોષ ની લાગણી ફેલાઇ હતી.આ બાબતે ધારાસભય પરસોત્તમભાઈ સાબરીયા ને રજુઆત કરતા તેવો એ યોગ્ય કરવા જણાવ્યું હતું.પોતે એટીવીટી સેન્ટર પર જય રજૂઆત કરી હતી.હાલ માં તો અરજદારોને ધરમ ધક્કો ખાવાનો વારો આવ્યો છે.સદિપ ભાઈ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી જાતીના દાખલા માટે ધદમધકકા ખાવછુ.ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાત્કાલિક ધોરણે અરજદારોને દાખલા મળે તેવી સુવિધા કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે