રાજકોટ, વડોદરા, જૂનાગઢ સહિતના શહેરોની માફક મોરબીમાં પણ નડતરરૂપ ઈંડા અને નોનવેજની લારી, ગલ્લાઓ હટાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મોરબી નગરપાલિકાના ઉપ પ્રમુખ સહિતનો દ્વારા જણાવાયું છે.
છેલા કેટલાક દિવસથી રાજ્યના મોટા શહેરોમાંથી ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવા અંગે નિર્ણય લેવાઈ રહ્યા છે ત્યારે મોરબી માં પણ સ્કૂલ સંકુલ ,ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળોએ નડતરરૂપ હોય એવી તમામ જગ્યાએ થી ઈંડા નોનવેજની લારીઓ હટાવવા અંગે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. નિયમની અમલવારી બાદ નગરપાલિકાની દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે આ કામગીરી પૂર્ણ થયા બાદ નડતરરૂપ નોનવેજની રેંકડી ધારકોને રેંકડી હટાવવા અંગે નોટિસ આપવામાં આવશે. મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ અપાયા બાદ 2 દિવસની મુદતમાં રેંકડી હટાવવાની રહેશે. તંત્ર દ્વારા અપાયેલી મુદત બાદ લારી, રેકડીઓ હટાવવામાં નહિ આવે તો નગરપાલિકા દ્વારા ઈંડા, નોનવેજના લારી ગલ્લાઓ જપ્ત કરવામાં આવશે. તેમ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા ,નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.