Monday, November 18, 2024
HomeGujaratમોરબી જિલ્લાની આઈ.ટી.આઈ. માં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની અંતિમ તારીખ 10 ઓકટોબર...

મોરબી જિલ્લાની આઈ.ટી.આઈ. માં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની અંતિમ તારીખ 10 ઓકટોબર સુધી લંબાવાઈ

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ -2023 માટેની ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયાની અંતિમ તારીખ 10-10-2023 સુધી લંબાવવામા આવી છે. અને આઈ. ટી.આઈ ખાતે જ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આઈ.ટી.આઈ. મોરબી ખાતે 10:00 થી 06:00 દરમિયાન મેરીટ આધારીત ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી કરાશે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. અને વધુ માહિતી માટે મો. નં. 83201 69599 જાહેર કરવામાં આવ્યા છે. તેમજ ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (1) ધો-08-09-10 ની માર્કશીટ (અસલ), (2) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (3) શાળા છોડયાનું પ્રમાણપત્ર (4) જાતિ/કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS) (5) દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનુ પ્રમાણપત્ર (6) રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ (7) આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો (8) બેંક પાસબૂક ( મરજીયાત) (9) આવકનો દાખલો (10) BPL (જો લાગુ પડતું હોય) સહિતના જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે. તેમ ઔધોગિક તાલીમ સંસ્થા મોરબીના આચાર્ય જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!