મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં મચ્છુ નદી સહિતના પાણી ફરી વળ્યા છે. જેના પગલે કોઈ દુર્ઘટના બનવા ન પામે તે માટે સાવધાનીના પગલાં લેતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા અનેક માર્ગ પર વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે આ અસરગ્રસ્તોની વહારે જય અંબે સેવા ગ્રૂપ આવ્યું છે. અને તેમની જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મોરબી જિલ્લામા જ્યારે કુદરતી આફત આવે ત્યારે હરહંમેશની જેમ આજે પણ મોરબીમાં અતિવૃષ્ટિના દિવસોમાં સ્થળાંતરીત કરેલ લોકોમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેની હરહંમેશ ચિંતા કરતા જીગ્નેશભાઈ કૈલા અને તેમના જય અંબે સેવા ગ્રૂપ દ્વારા સ્થળાંતરીત લોકોને આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તથા જ્યાંસુધી કુદરતનો આ કહેર બંધ ના થઈ ત્યાંસુધી મોરબીમાં સ્થળાંતરિત થયેલ એકપણ વ્યક્તિ ભૂખ્યો ના સુવે તેના સંકલ્પ સાથે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મોરબીમાં જય અંબે સેવા ગ્રૂપનું રસોડું ચાલુ કર્યું છે.