મોરબીથી મોટી સંખ્યામાં માઈ ભક્તો દરવર્ષે માતાનામઢ પદયાત્રા કરીને મા આશાપુરાના દર્શનાર્થે જતા હોય છે. જેને લઇ મોરબીના જય દ્વારકાધીશ ગૃપ લાલપર દ્વારા આશાપુરા જતા પદ યાત્રીકો માટે સવારના નાસ્તાનો તેમજ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના લાલપર ગામે જય દ્વારકાધીશ ગૃપ કે.જે રબારી અને પટેલ સમાજની એકતાથી ચાલતું ગૃપ છે. જે ગૃપ દ્વારા આજે સવારે આશાપુરા જતા પદયાત્રીઓ માટે કચ્છના ધાણેટી ગામ પાસે સવારે ગરમાગરમ થેપલાં, ભાજી, દહિ અને ચા નો સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃપના તમામ લોકોએ જાત મહેનત કરી લોકોને સવારે ગરમાગરમ નાસ્તો કરાવ્યો હતો.