મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી ગયો અને તેમાં ૧૩૫ લોકોનાં મોત થયાં હતાં. આ પુલ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી અને પેહલા નવ લોકોની ધરપકડ કરી હતી. જે બાદ જયસુખ પટેલે પણ સરેન્ડર કર્યું હતું. જે બાદ સાત દિવસના રિમાન્ડ બાદ મોરબી કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવનો હુકમ કર્યો હતો. હવે જયસુખ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુખ્ય આરોપી ગણાતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરવામાં આવી છે. ત્યારે હાઇકોર્ટમાં સૂઓમોટોમાં જયસુખ પટેલે ભોગ બનનારનાં પરિજનોને વળતર આપવા માટે અરજી કરી હતી. અને હાઇકોર્ટ દ્વારા પણ મૃતકો પરીજનોને દસ લાખનું અને ઈજાગ્રસ્તો ને ૨ લાખ નુ વળતર આપવા આદેશ કર્યો હતો ત્યાર તમામ મૃતકો ના પરિજનો અને ઇજાગ્રસ્તોને વળતર આપવા માટે વચગાળાના જામીન આપવા અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, મોરબી બાર એસસિયેશનના વકીલો દ્વારા કેસ ના લડવા ઠરાવ કરાયો છે. જેને લઇ હળવદના વકીલ એચ.એન.મહેતા દ્વારા અરજી કરાઈ છે.