મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ હાલ મોરબી સબ જેલમાં બંધ છે . જેલમાં બંધ જયસુખ પટેલ દ્વારા જામીન અરજી પણ કરવામાં આવી છે. આ વચ્ચે હવે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. રેગ્યુલર જામીનની અરજીના ઓર્ડરની રાહ વચ્ચે જયસુખ પટેલની તબિયત બગડી છે.
જેલમાં બંધ જયસુખ પટેલની તબિયત લથડી હતી. જેથી તેમને સારવાર અર્થે લઈ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જયસુખ પટેલનું તબીબી પરીક્ષણમાં બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તબિયત નાદુરસ્ત જણાઈ હતી જેથી તેમને સારવાર માટે લઈ જવાયા હતા. તેવી માહિતી સબ જેલના જેલર ડી એમ ગોહેલ પાસેથી પ્રાપ્ત થઇ હતી. તેમજ તબીબી સુત્રોએ જણાવ્યું હતું કે, જયસુખ પટેલને ન્યુરો સર્જન પાસે લઈ જવા તબીબોએ સૂચવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, જયસુખ પટેલે જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરી છે. ગત 28 માર્ચના રોજ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામા આવી હતી. આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જામીન અરજી પર ઓર્ડર કરી શકે છે. ત્યારે જામીન અરજી પર કોર્ટના ઓર્ડર પહેલાં જયસુખ પટેલની તબિયત લથડી હતી.