મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી જેલના સળીયાની પાછળ ધકેલી દીધા છે. ત્યારે છેલ્લા એક મહિનાથી જેલમાં બંધ જયસુખ પટેલની જામીન અરજી પર મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ આજે ફેંસલો સંભળાવ્યો છે. અને તેના જામીન નામંજૂર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ઝૂલતા પુલનાં આરોપી જયસુખ પટેલના વચગાળાના જામીનને લઈ આજે નિર્ણય લેવામાં આવ્યો છે.કોર્ટમાં જયસુખ પટેલ દ્વારા ભોગબનનારના પરિજનોને વળતર ચૂકવવાની વ્યવસ્થા કરવા માટે વચગાળાનાં જામીન માટે અરજી કરી હતી. જેને લઇ કોર્ટે આજે સુનવણી દરમ્યાન મોરબી ડીસટ્રિક્ટ કોર્ટ જામીન નામંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટ દ્વારા ભોગ બનનાર લોકોને વળતર આપવા અગાઉ ઓર્ડર કરાયો હતો. જેની વ્યવસ્થા કરવા માટે જયસુખ પટેલના વકીલ દ્વારા અરજી કરવામાં આવી હતી.