મોરબી ઝૂલતા પુલ દુર્ધટના કેસના દસમા આરોપી તરીકે જયસુખ પટેલ નુ નામ ઉમેરાયા ની જાહેરાત થયા બાદ ગઇકાલે જયસુખ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું.
જે બાદ જયસુખ પટેલ ને કોર્ટ દ્વારા સબજેલ હવાલે કરવામાં આવ્યો હતો જ્યાંથી ગઇકાલે મોડી સાંજે મોરબી પોલીસ દ્વાર જયસુખ પટેલ નો કબજો મેળવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ડીવાયએસપી કચેરી ખાતે પ્રાથમિક પુછપરછ હાથ ધરવામાં આવી હતી અને જયસુખ પટેલે આખી રાત dysp કચેરી માં વિતાવી હતી ત્યાર બાદ આજે બપોરે જયસુખ પટેલ ને કોર્ટમાં રજૂ કરવાની ચર્ચાઓ સાથે બપોરથી જ મોરબી કોર્ટમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા સાથે જ મૃતક પરિજનો દ્વારા ગઇકાલે કોર્ટ પરિસર માં રોષ પૂર્વક સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા જેમાં મૃતક પરિજનો એ પક્ષકાર તરીકે જોડાવા ની અરજી કરી હોય જેને લઈને મૃતક પરિજનો પણ કોર્ટ રૂમ માં હોય આરોપી જયસુખ પટેલની સુરક્ષા ને લઈને કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ મોડી સાંજે રજૂ કરવામાં આવ્યો હતો જેમાં તપાસનીશ અધિકારી પી. એ.ઝાલા દ્વારા જયસુખ પટેલના ૧૪ દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવી હતી પરંતુ નામદાર જજ દ્વારા સાત દિવસ ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેથી હવે સાત દિવસ સુધી જયસુખ પટેલ પોલીસ કસ્ટડી માં રહેશે અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે .