મોરબીમાં જલારામ જયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી, જય જલારામ, જય જલિયાણના નાદો ગુંજી ઉઠ્યા
મોરબીમાં સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા આજે જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતી નિમિતે મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ મંદિરે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોરોના વોરીયર્સ એવા ફાયર વિભાગના જવાનોના હસ્તે કેક કાપીને જલારામ જયંતી ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીમાં જલારામ મંદિરે જલારામ જયંતી નિમિત્તે પંચવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે વિશિષ્ટ વ્યક્તિના હસ્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવે છે હાલ કોરોના મહામારી ચાલી રહી છે જેમાં કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરનાર ફાયર વિભાગની ટીમની કામગીરીને બિરદાવવા ફાયર વિભાગના જવાનોના હસ્તે કેક કટિંગ કરવામાં આવી હતી તે ઉપરાંત સવારે પ્રભાતધૂન, મહાઆરતી, અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
જલારામ જયંતી નિમિતે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, રુચિરભાઈ કારિયા સહિતના અગ્રણીઓએ પણ જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જલારામ પ્રાર્થના મંદિરના નીર્મીતભાઈ કક્કડ, ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.