કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. જે બે આરોપીને જામનગર એલ.સી.બી. દ્વારા પકડી પાડવામાં આવ્યાં છે. પોલીસે બંને આરોપી જીવણભાઈ વાઘેલા અને લાખાભાઈ વાઘેલાને સોના ચાંદી તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ ૨૧,૭૬,૬૦૦ નો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર એલ.સી.બી. દ્વારા કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.
ગ્રામ્ય પંથકમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી સોના ચાંદીના દાગીના તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ. ૨૧,૭૬,૬૦૦/- સાથે બે આરોપી જીવણભાઈ વાઘેલા અને લાખાભાઇ વાઘેલા રહે. લતિપર રોડ, ધ્રોલ વાળાને પકડી પાડવામાં આવ્યા છે