રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા સૂચના આપતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન જામનગર એલ.સી.બી દ્વારા ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમા દારૂના કટિંગ થાય તે પહેલા જ રેઈડ પાડી ઇંગ્લીશ દારૂ/બીયરની ૫૦૪ પેટી પકડી પાડી બે ઇસમોને જેલ હવાલે કર્યા છે.
મળતી માહિતી અનુસાર, જામનગર એલ.સી.બી.ની ટીમ જામનગર ગ્રામ્ય તથા ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે, ધ્રોલ તાલુકાના ધરમપુરગામની સીમમા અજય ધીરૂભાઇ રાઠોડની વાડીમાં ચાલતા દારૂના કટીંગ ઉપર રેઇડ કરી ચેતનભાઇ હરજીભાઇ પરમાર તથા સંજયભાઇ કારાભાઇ આસુન્દ્રા નામના બે આરોપીઓના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની ૪૬૬૮ બોટલનો રૂ.૬૨,૬૮,૮૦૦/- તથા બીયરના ૨૭૬૦ ટીનનો રૂ.૬,૦૭,૨૦૦/- તથા સાત વાહનના રૂ.૬૦,૦૦,૦૦૦/-તથા 3 મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૨૮,૯૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે આ દારૂ બીયરના જથ્થામા સંડોવાયેલ અન્ય આરોપીઓ અજય ધીરૂભાઇ રાઠોડ (વાડી માલીક), આકાશ કોળી (જથ્થો મંગાવનાર), મોસીન મુસ્લીમ (જથ્થો મંગાવનાર), મહમદ ઇકબાલ ઉર્ફે ટકી (જથ્થો મંગાવનાર), પુષ્પા (દારૂના જથ્થો લેનાર), સન્ની કોળી (દારૂના જથ્થો લેનાર), બંટી મુસ્લીમ (વોકસવેગ વેન્ટો કાર રજી. નંબર જી.જે.૦૬ ઇએચ ૮૨૦૫ નો ચાલક), લાખાભાઇ કોળી (દારૂના જથ્થો લેનાર), એનએલ ૦૧ કે ૯૦૦૫ નંબરના ટીસી ટ્રકનો ચાલક, જી.જે.૧૦ ટીવી ૨૦૧૦ નંબરના બોલેરો પીકઅપનો ચાલક, જી.જે.૧૦ ટીવાય ૧૩૧૪ નંબરનાં બોલેરો મેકસનો ચાલક તથા જી.જે.૧૦ ટીવાય ૨૯૫૪ નંબરના અશોક લેલન બડા દોસ્તનો ચાલક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે