પરિવાર અને સગા સબંધીઓ સાથે તહેવારો ગાળતા લોકો માટે જામનગર પોલીસનો નિર્ણય: તમામ થાણા અઘિકારીઓ ને હેરાનગતિ ન કરવા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ નો અનુરોધ
સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના દિવસોમાં પત્તે રમવાની અનોખી પદ્ધતિ છે ત્યારે આડા દિવસોમાં જેને જુગાર કહેવામાં આવે છે એ જુગાર સૌરાષ્ટ્ર માં સાતમ આઠમના દિવસોમાં રમવામાં આવે છે જેમાં પરિવારના તમામ નાના મોટા વ્યક્તિઓ મહિલાઓ અને સગા સબંધીઓ પણ આ પ્રથામાં ભાગ લેતા હોય છે જેના ભાગ રૂપે જામનગર પોલીસે અનોખી જાહેરાત કરી છે જેમાં જામનગર એલસીબી નાં ઇન્ચાર્જ પીઆઇ કે.જે. ભોંયે એ એક લેખિત મેસેજ પાસ કર્યો છે જેમાં જણાવ્યું છે કે આગામી સાતમ આઠમ નાં તહેવારો દરમ્યાન વ્યક્તિઓ પોતાના મકાને તહેવાર ની ઉજવણી દરમ્યાન સગા સબંધી તેમજ ફેમિલી મેમ્બરો ગંજીપતાનાં પાના વડે રમતા હોય જેથી તેઓ તરફ સહા રાખી સાતમ આઠમના તહેવાર દરમ્યાન હેરાનગતિ ન થાય તેની તકેદારી રાખવા જામનગર જીલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ ને જણાવવામાં આવ્યું છે ઉલ્લેખ નિય છે કે અમુક લોકો પોતાના અંગત રાગદ્વેષ અને દુશ્મની કાઢવા આવા રમતા પરિવારજનો નાં તહેવારો બગડે એ માટે પોલીસને માહિતી આપતા હોય છે અને પોલીસ પણ કામગીરી કરવા માટે જુગારના કાયદાનો અમલ કરાવતી હોય છે પરંતુ જામનગર જિલ્લામા કરાયેલી જાહેરાતથી પરિવારના સભ્યો સાથે રજા ગાળતા લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.