Monday, January 27, 2025
HomeGujaratમોરબીના ઝીંઝુડા ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીના ઘરે જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ તપાસ...

મોરબીના ઝીંઝુડા ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીના ઘરે જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ તપાસ કરતા વીજચોરી ઝડપાઇ

જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા ડ્રગ્સ ઘુસાડવાના મુખ્ય લેન્ડીંગ પોઈન્ટ પર તપાસ કર્યા બાદ મોરબીના ઝીંઝુડા ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા આરોપીના ઘરે વિઝીટમાં ગયા ત્યારે અલગ અલગ બે વીજ કનેકશન માંથી વીજચોરી થતી હોવાનો થયો ઘટસ્ફોટ

- Advertisement -
- Advertisement -

જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું દ્વારા જામનગર જિલ્લાના જોડિયા નજીક ડ્રગ્સ કેસમાં કુખ્યાત લેન્ડિંગ પોઇન્ટ પર તપાસ હાથ ધરવમ આવી હતી જે બાદમાં મોરબીના ઝીંઝુડા ખાતે ઝડપાયેલા ૬૦૦ કરોડની કિંમતના ૧૧૮ કિલો ડ્રગ્સ પ્રકરણ માં સંડોવાયેલા આરોપી ના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાંથી એસપી પ્રેમસુખ ડેલુએ ઘરના લાઇતબીલ સહિતના પુરાવાઓ ચેક કરતા બે કનેકશન ના લાઇટબીલ મળ્યા હતા જેમાં એક કનેકશન માં રૂપિયા ૨૫૦ અને બીજા કનેકશન માં માત્ર ૫૦૦ રૂપિયા લાઇતબીલ જોઈને ખુદ એસપી અચંબિત થયા હતા.

કેમ કે ઘરમાં બે એસી ફ્રીજ ,ઘરઘંટી ૩૦ જેટલી લાઈટો હોવા છતાં આટલું સામાન્ય બિલ આવે એ શક્ય જ નથી જેથી એસપી પ્રેમસૂખ ડેલું દ્વારા તુરંત અંગે જામનગરના પીજીવીસીએલ અધિક્ષક કે.આર.પરીખને જાણ કરવામાં આવી હતી.

જેથી પીજીવીસીલ અધિક્ષક દ્વારા આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક જોડીયાના પીજીવીસીએલ ના ઈજનેરને આ મામલે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.જેથી પીજીવીસીએલ ટીમ દ્વારા તાત્કાલિક ડ્રગ્સ કેસના આરોપીના ઘરે પહોંચીને તપાસ હાથ ધરવમાં આવી હતી જેમાં આ બન્ને કનેકશનના મીટર પાછળ ટેમ્પર (કામચલાઉ) કનેક્શન કરીને વીજચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી એક કનેકશન માં ૨.૬૫ લાખ અને બીજા કેસમાં ૨.૮૦ લાખનું સ્થળ પર જ બીલ ફટકારી બન્ને વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!