Wednesday, December 25, 2024
HomeGujaratશ્રી રાજગઢ પ્રાથમિક શાળા ખાતે જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ

શ્રી રાજગઢ પ્રાથમિક શાળા ખાતે જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ

શ્રી રાજગઢ પ્રાથમિક શાળા ખાતે ચૌહાણ નરેન્દ્રસિંહ એસ સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બાલવાટિકા, ધોરણ ૧ અને ૨, ધોરણ ૩ થી ૫, અને ધોરણ ૬ થી ૮ એમ ત્રણ વિભાગમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાથીઓને ઈનામ આપી સન્મનિક કરાયા હતા.

- Advertisement -
- Advertisement -

શ્રી રાજગઢ પ્રાથમિક શાળા ખાતે ચૌહાણ નરેન્દ્રસિંહ એસ સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બાલવાટિકા, ધોરણ ૧ અને ૨, ધોરણ ૩ થી ૫, અને ધોરણ ૬ થી ૮ એમ ત્રણ વિભાગમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાથીઓ અને ભાગ લેનાર વિધાર્થીઓને અનુદાનિત પ્રાથમિક શાળાના આચાર્ય આદ્રોજા જીગ્નેશભાઈ, મકતાનપર પ્રાથમિક શાળાના શિક્ષક બાવરવા નરેન્દ્રભાઈ દ્વારા ઈનામ તેમજ ફૂલ સ્કેપના ચોપડા આપી બાળકોને પ્રોત્સાહિત કરાયા હતાં. તેમજ બાળવાર્તા સ્પર્ધામાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને અને માર્ગદર્શક શિક્ષકોને જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવી હતી. શ્રી રાજગઢ પ્રાથમિક શાળાના આચાર્ય ચૌધરી રાકેશભાઈ અને શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!